Gujarati literature have been great source of learning. I have found following lines written by leading  Gujarati writers useful to teach lessons on leadership.

Each line has specific meaning, think about it, relate it, and apply it in your personal and professional life.

I wish you may like it. Please enjoy and share with others.

You may write your feedback to Shital@GrowthCatalystIndia.com

Dr. Shital Badshah

——————————————————————————————————————————————————–

છે ભૂલા પાડવાનો એક જ ફાયદો,

કેટલા રસ્તા પરિચિત થાય છે.

–    અમિત વ્યાસ

——————————————————————————————————————————————————–

આખોય દરિયો ફીણમાં પલટાવી નાખવા,

સાબુની ગોટી એકલી મેદાને પડી ગઈ.

–    અશરફ ડબાવાલા

——————————————————————————————————————————————————–

કોઈ ખોલે કે ન ખોલે, તું ટકોરા મરજે;

માનવી મૂંગા હશે તો બંધ ઘર પણ બોલશે.

–    અશોકપુરી ગોસ્વામી

——————————————————————————————————————————————————–

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો,

એવે સમય ખુદા તને પડકરવો હતો.

–    અશોકપુરી ગોસ્વામી

——————————————————————————————————————————————————–

કોઈ રણને ઠોકર તો મારી જુએ,

છે સંભવ કે મીઠું ઝરણ નીકળે.

–     ‘આદિલ’ મન્સૂરી

——————————————————————————————————————————————————–

તૃષાનું માપ કે ધોરણ ન પૂછો,

મળ્યું ઝાકળ તો તે પણ પી ગયો છું.

–     ‘આદિલ’ મન્સૂરી

——————————————————————————————————————————————————–

કેટલી મજબૂર છે આ જિંદગી,

ખુદને મળવા પણ સમય મળતો નથી.

–     કલ્યાણી મહેતા

——————————————————————————————————————————————————–

મનમાં ઓછું લાવીએ શી વાતનું?

જિંદગી છે નામ ઝંઝાવાતનું.

–     કુતુબ ‘આઝાદ’

——————————————————————————————————————————————————–

ભારબપોરે તું કદી માપી જો તારો છાંયડો,

કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

–     ખલીલ ધનતેજવી

——————————————————————————————————————————————————–

પરિવર્તન નથી જેમાં એ જીવન વ્યર્થ છે મિત્રો,

પરિવર્તન હશે તો જિંદગી ગુલઝાર થઈ જાશે.

–     ‘ખામોશ’ પાલનપુરી

——————————————————————————————————————————————————–

બધાને મળે ના બધું એકસરખું,

કંઈક તો ફરક આપણા હાથમાં છે!

–     ખુશાલ કલ્પનાન્ત

——————————————————————————————————————————————————–

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,

નિખાલસ પ્રેમથી પાશે જગત તો ઝેર પી જાશું.

–     ‘ગની’ દહીવાળા

——————————————————————————————————————————————————–

ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,

ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.

–     ‘ગની’ દહીવાળા

——————————————————————————————————————————————————–

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

–     ‘ગની’ દહીવાળા

——————————————————————————————————————————————————–

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,

પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

–     ચિનુ મોદી

——————————————————————————————————————————————————–

મંઝિલની ધૂનમાં જ હું જાણી શક્યો જરી –

કે સાથમાં તમે હતા મારા પ્રવાસમાં.

–     જમિયત પંડ્યા ‘જિગર’

——————————————————————————————————————————————————–

અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું,

કડી નકલી ગુલાબોમાં અને કાંટા નથી જોયા.

–     ‘જલન’ માતરી

——————————————————————————————————————————————————–

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરાનમાં તો ક્યાય પયગંબરની સહી નથી!

–     ‘જલન’ માતરી

——————————————————————————————————————————————————–

નથી ખોટો સિક્કો એ પુરવાર કરવા,

ઘણી વાર મારે ખખડવું પડ્યું છે.

–     ‘દિલહર’ સંઘવી

——————————————————————————————————————————————————–

મૃગજળ છે મારી આશ છતાં લાગતું મને,

પનિહારી કોઈ આવશે પાણી પીવાડવા.

–     પરિમલ

——————————————————————————————————————————————————–

ખરેખર! એ જ પંખીથી નથી છૂટતો કદી માળો,

કે જેની પાંખમાં આકાશનો અહેસાસ ઓછો છે.

–     ફિગાર વસોવાળા

——————————————————————————————————————————————————–

નાવડી મારી સલામત હોય છે તુફાનમાં,

હું કિનારાનો ભરોસો એટલે કરતો નથી.

–     બકુલ રાવલ

——————————————————————————————————————————————————–

સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી,

ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.

–     બરકત વિરાણી ‘બેફામ’

——————————————————————————————————————————————————–

અલગ રાખી મને, મુજ પર પ્રણયના સૂર ના છેડો,

વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

–     બરકત વિરાણી ‘બેફામ’

——————————————————————————————————————————————————–

છે અધૂરપ એટલી મારા વિષે,

હું નથી પહોચી શક્યો મારા નજીક.

–     શૈલેન રાવલ

——————————————————————————————————————————————————–

મંઝિલ પરે જવાની અટલ ધૂન છે ‘સગીર’

પર્વત જો આડે આવશે ઠોકર લગાવશું.

–     ‘સગીર’

——————————————————————————————————————————————————–

એ જ તો રાઝ છે ફકીરીનો,

હોય કઈ ના ને આપવા લાગે.

–     ‘સાગર’ નવસારવી

——————————————————————————————————————————————————–

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છું એવો,

હવે સુકાની દરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે!

–     શયદા

——————————————————————————————————————————————————–

સૌ પથ્થરોના બોજ તો ઊચકી લીધા અમે,

અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

–     મરીઝ

——————————————————————————————————————————————————–

એ તો નિશાચરોનો વિષય છે ઓ દોસ્તો,

સુરજ કદી ન વાત કરે અંધકારની.

–     શૂન્ય પાલનપુરી

——————————————————————————————————————————————————–

કરોળિયાની જેમ અવિરત

જાળાં બાંધતા રહે છે, તૂટતાં રહે છે.

જીવજંતુ એમાં જાણે અજાણ્યે

ફરી ફરી ફસાતા રહે છે, છૂટતા રહે છે.

કોઈ ફરજિયાતપણે ફરતા ચક્ર પરનાં

સતત ચકરાતા બિંદુઓની એમ

આપોઆપ અથડાતાં રહે છે,

કુટાતા રહે છે.

ઈચ્છાથી કે અનિચ્છાથી

સંબંધ બાંધતા રહે છે, ભૂલાતા રહે છે.

–     પ્રીતિ સેનગુપ્તા

——————————————————————————————————————————————————–

કેવું સાભાર કર્યું છે તે મારૂ જીવન હું શું કહું,

એક ઘડી વિતાવવા ઓછી મને ઉમર પડે.

–     હેમંત ઘોરડા

——————————————————————————————————————————————————–

સમજદારીની કોઈ વાત સ્વીકારી નથી શકતો,

કહે છે કોહ પાગલને બંધન નથી હોતા.

–     સૈફ પાલનપુરી

——————————————————————————————————————————————————–

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,

હોય જો પીનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે.

–     સૈફ પાલનપુરી

——————————————————————————————————————————————————–

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,

એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.

–     મરીઝ

——————————————————————————————————————————————————–

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,

જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

–     ‘ગની’ દહીવાળા

——————————————————————————————————————————————————–

વેચાઈ જવા કરતાં વહેચાઈ જવામાં લિજ્જત છે,

હાર ફૂલમહી ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

–     ‘અમૃત’ ઘાયલ

——————————————————————————————————————————————————–

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,

મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

–     ‘આસીમ’ રાંદેરી

——————————————————————————————————————————————————–

સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતાં,

દિશા બદલાતો નથી હું જહાજ બદલું છું.

–     રાજેન્દ્ર શુક્લ

——————————————————————————————————————————————————–

ઉઘાડા દ્વાર રાખ્યા તો જરા પણ આંચ ના આવી,

કર્યો દરવાન પર વિશ્વાસ ત્યારે ખાસ લૂંટાયા.

–     અંબાલાલ ‘ડાયર’

——————————————————————————————————————————————————–

સમજદારી, ખબરદારી ને હુંશિયારી હતી કિન્તુ,

નવાઈ છે કે લૂંટવાનો કરી અભ્યાસ લૂંટાયા.

–      અંબાલાલ ‘ડાયર’

——————————————————————————————————————————————————–

કઈ તરકીબથી પત્થરની કેદ તોડી છે?

કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

–     ઉદયન ઠક્કર

——————————————————————————————————————————————————–

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,

આંગળી જળમાથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

–     ‘ઓજસ’ પાલનપુરી

——————————————————————————————————————————————————–

જવું આકાશમાં ધારો, ન વાયુ-વાન પાસે છે,

વિના પાંખે ઊડી જાશો તમારી આત્મશ્રદ્ધા તો.

–     કલ્યાણજી મહેતા

——————————————————————————————————————————————————–

તું ફકત તારો જ માહિતગાર થઈ જ, એ પછી

બાઇબલ, કુરાન, ઉપનિષદ ખબર પડશે તને.

–     ખલીલ ધનતેજવી

——————————————————————————————————————————————————–

મૃત્યુએ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની,

અંધાર ન હો જ્યાં રજનીનો, પૂજાય સવારો શ માટે?

–     ‘ગની’ દહીવાળા

——————————————————————————————————————————————————–

અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,

અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.

–     ‘નઝીર’ ભાતરી

——————————————————————————————————————————————————–

ઝાહિદ, મને રહેવા ડે તબાહીભર્યા ઘરમાં,

મસ્જિદથી વધારે અહી આવે છે ખુદા યાદ.

–     મરીઝ

——————————————————————————————————————————————————–

યુગે યુગથી સકળ આ વિશ્વ એનું એ જ નિરખું છું,

હવે કોઈ નવી દ્રષ્ટિ મને આપો નયન માટે.

–     શયદા

——————————————————————————————————————————————————–

જિંદગીનો ર જ સાચેસાચ પડઘો છે ‘ગની’

હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

–     ગની દહીવાળા

——————————————————————————————————————————————————–

કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,

એક દિવસ ન ગયો હાય, અકસ્માત વગર.

–     અમ્રુત ‘ઘાયલ’

——————————————————————————————————————————————————–

છિદ્રવાળા વ્હાણમાથી શું વજન ઓછું કરું?

જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

–     ચિનુ મોદી

——————————————————————————————————————————————————–

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,

મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

–     ‘મરીઝ’

——————————————————————————————————————————————————–

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,

હોડી દુબડવાને તું દરિયો ન મોકલાવ.

–     રમેશ પારેખ

——————————————————————————————————————————————————–

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા,

કે પરસેવા નદીઓની પેઠે વહ્યા કરે છે.

–     રમેશ પારેખ

——————————————————————————————————————————————————–

એક દિવસ અસ્ત થઈ રહેલા સૂર્યએ બધાને પૂછ્યું કે હવે મારૂ કામ કોણ કરશે? આખા વિશ્વની ખામોશી વચ્ચે એક નાનકડો દીવો બોલ્યો કે હું બનશે તેટલો પ્રયત્ન કરીશ.

–     અજ્ઞાત

——————————————————————————————————————————————————–

કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ના હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

-રઈશ મનીઆર

Whatsapp us to get in touch with you!