“આવો આવો શેઠ સાહેબ. છેક ભાવનગરથી રૂબરૂ આવો છો, તો ફોન પર વાત કેમ નથી કરી લેતા?” મેં તેમને વિવેક કરતા સોફા પર બેસવા જણાવ્યું.
બાપ દાદાનો છેલ્લા સીતેર વર્ષથી કન્સ્ટ્રક્શનનો બિઝનેસ, પણ તેમનામાં શેઠાઈ જરાય નહીં. મજાકમાં તેઓ કહે કે “આપણે ખાલી નામના શેઠ, પણ કહેવાય તો કડિયા. ઘર બનાવીએ.”
તેમની દીકરીની કુંડળી બતાવવા આવ્યા હતા. કુંડળીનો અભ્યાસ કરતા સમજાયું કે હોટેલ અંગે લેણું રહે.
મનમાં વિચાર્યું કે કહું કે ના કહું. કેટલીકવાર ઉતાવળ કરતા નીચું જોવું પડે, એમ સમજી મારા વિચારો મેં એક કાગળ પર લખ્યા.
પછી કહે, હવે આ કુંડળી જોવો. દીકરી માટે આ છોકરો કેવો રહેશે?
મેં તેનો મેળાપક અંગેની વિગતો તપાસી. ગુણ મળતા હતા. કુંડળી સારી હતી અને કુટુંબ પણ સારું હતું.
શેઠ સાહેબે કહ્યું, “આ દીકરો તેના પિતાએ બનાવેલ નવી હોટેલ સંભાળે છે અને તેની ઈચ્છા એવી છે કે લગ્ન પછી મારી દીકરી તેને તે અંગે મદદ કરે!”
આજે અવાક થવાનો વારો મારો હતો. બે આંખો બંધ કરી ઈશ્વરને હાથ જોડી કહ્યું, “તારી લીલા નિરાળી છે. દરેકને અનુરૂપ તે ગોઠવણ કરેલી જ છે.”
જો આપને જીવનમાં યોગ્ય નિર્ણયો અંગે સચોટ માર્ગદર્શન જોઇતુ હોય, આપ યોગ્ય સમયે મુલાકાત લઇ શકો છો. વૈદીક જ્યોતિષ શાસ્ત્ર ખુબ ઉંડુ અને મદદરુપ છે; અને ઉપર જણાવેલ અનેક કિસ્સાઓ અમારી સમક્ષ બનેલા છે.
ડો. શીતલ બાદશાહ કંસારા
TvishaAstro.wordpress.com
+91 94284 19021