“ત્રણ ત્રણ પ્લાન્ટ છે, દેશ આખામાં વ્યાપાર છે, બે દાયકાની મહેનતથી આ કમ્પનીનું નામ આટલે બનાવેલ છે, તેમ છતાં એકનો એક દીકરો તેનો સ્વતંત્ર વ્યવસાય કરવાની જીદ લઇને બેઠો છે.” પોતાની નવી વસાવેલ બીએમડબ્લ્યુમાં મારી સાથે અમદાવાદથી રાજકોટ જતા જતા રાજકોટના એક પ્રતિષ્ઠિત બિઝનેસમેને પોતાની હૈયાવરાળ કાઢી.

“આજ કાલના છોકરાઓ વિદેશ શું ભણીને આવે છે કે પોતાની જાતને સ્ટીવ જોબ્સની ઓલાદ માનતા થઈ જાય છે. અમે ઉભું કરેલ સામ્રાજ્ય તેમને નાનું લાગે છે.” હવે તેમનો અવાજ જરા આકરો બનવા લાગ્યો.

મેં તેમને પાણીની બોટલ આપતા ઠારવાનો પ્રયત્ન કર્યો, પણ એક એસ્ટ્રોલોજર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે તેમની પુરી વાત સાંભળવી મને યોગ્ય લાગ્યું.

તેમને પોતાના મોબાઈલમાં તેમના અને દીકરા વચ્ચે થયેલા સંવાદ બતાવ્યા, જે ખુબ ગંભીર જણાયા.

અડધો કલાકની વાતો પછી તેમની તથા તેમના દીકરાની કુંડળીનો અભ્યાસ બે ત્રણ દિવસમાં કરી તે સંબંધે વધુ વાત કરીશું, તેમ તેઓને આશ્વાસન આપ્યુ.

ત્રીજા દિવસે અમદાવાદ પાછા આવી બંનેની કુંડળીનો અભ્યાસ કરવા બેઠો. દીકરાની કુંડળીમાં બીજા એટલે કે આવકના સ્થાન, દસમા એટલે કે કર્મ સ્થાન, અને અગિયારમા એટલે કે લાભ સ્થાનના મલિક ગ્રહોનો યોગ બનતો હતો. સૂર્ય, ચંદ્ર, શુક્ર અને મંગળ સુયોગ્ય હતા, અને દશા અને ગોચરના ગ્રહો લાભકરતા હતા.

દીકરાની કુંડળી સરસ હતી. દીકરાને ધંધાકીય ખુબ પ્રગતિ થાય તેવા યોગ હતા.

હવે તે ભાઈની કુંડળીનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો, અને ખાસ તો તેમના દીકરા સાથેના સમીકરણ અંગે ચકાસ્યું. તેમાં પણ સાનુકૂળતા દેખાઈ.

એકંદરે દીકરો તેમની સાથે તેમના જ બિઝનેસમાં જોડાશે તેવું તારણ કર્યું.

હવે સમય અંગે તપાસ કરી, તો નવ મહિના પછી યોગ બનતા જણાયા કે દીકરો તે ભાઈની વાત માની તેમની સાથે જોડાઈ જાય.

આ મુજબ તે ભાઈને મારા તારણ જણાવ્યા.

ભાઈને થોડીક ઠંડક થઈ.

તેઓ હતા હોંશિયાર, તેથી દીકરાને બોલાવી કંપનીને લગતો એક નાનો પણ “ચેલેન્જિન્ગ” પોજેકટ આપી દીધો. સાથે માર્ગદર્શન માટે કંમ્પનીના જુના અને અનુભવી વડીલ રાખ્યા, અને સહાયમાં ચાર યુવાનો આપ્યા.

તે વડીલના માર્ગદર્શન અને દીકરાની મહેનત કામ કરી ગઈ.

કમ્પનીએ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું અને દીકરાએ તે ડિવિઝન એક વર્ષમાં સંભાળી લીધું.

આજે દીકરા અને તે ભાઈબન્નેને એકબીજા માટે માન છે, તેનો લાભ કમ્પનીને સારો એવો થયેલ છે.

જો આપને જીવનમાં યોગ્ય નિર્ણયો અંગે સચોટ માર્ગદર્શન જોઇતુ હોય, આપ યોગ્ય સમયે મુલાકાત લઇ શકો છો. વૈદીક જ્યોતિષ શાસ્ત્ર ખુબ ઉંડુ અને મદદરુપ છે; અને ઉપર જણાવેલ અનેક કિસ્સાઓ અમારી સમક્ષ બનેલા છે.

ડો. શીતલ બાદશાહ કંસારા
TvishaAstro.wordpress.com
+91 94284 19021

Whatsapp us to get in touch with you!