“કંસારા સાહેબ, એક કબુલાત કરવાની છે.” એક વડીલ મારી પાસે આવીને બોલ્યા. સમય હતો એક જાહેર પ્રસંગનો, અને ઘણી બધી વ્યવસાયિક પ્રતિભાઓ હાજર હતી. તેમની નિખાલસતાએ મને સ્તબ્ધ કરી દીધો.

હું તેમને ઓળખવાનો હજું પ્રયત્ન કરી રહયો હતો, ત્યાં તેમણે મને જણાવ્યું કે તેઓ બે વર્ષ પહેલા મને તેમના જન્માક્ષર બતાવવા આવ્યા હતા. થોડીક વાત કરતા મને તે યાદ તો આવ્યું, પણ તે સમયે મે શું જણાવ્યુ હતુ, તે મને કાઇ યાદ નહોતુ રહયુ.

તેમણે વાત આગળ વધારી, “બે વર્ષ પહેલા નોકરી મુકીને મારો વ્યવસાય ચાલું કરવા અંગે તમારી પાસે આવ્યો હતો. તમે મને જણાવ્યુ હતુ કે હજી એક વર્ષ નોકરી ચાલુ રાખો, ત્યાર પછી મુકજો. પણ તમારી વાત મે અવગણી. અને અને તે દરમિયાન પહેલા વર્ષે મને ખુબ શારીરીક તકલીફ રહી. પિતાનું દેહાંત થયુ, અને પત્નિ બીમાર રહી. એકંદરે ધંધામાં યોગ્ય ધ્યાન આપી ન શકયો. અને ભાગીદારે પણ આર્થિક સંકડામણ ઉભી કરી. પ્રથમ વર્ષ તો હેરાન હેરાન થઇ ગયો.

ધંધાની કુનેહ તો હતી, અને આજે પણ છે. પણ પ્રાથમિકતા બદલાઇ ગઇ.” તેમ કહેતા એક ઉંડો નિઃસાસો નાખ્યો.

તેમણે આગળ જણાવ્યું, “તમે જે પ્રમાણે સમય કહયો હતો, તે મુજબ છેલ્લા એક વર્ષથી ધંધામાં સારી અનુકુળતા રહેવા લાગી. કુટુંબમા પણ શાંતિ છે, અને ભાગીદાર પણ યોગ્ય નિર્ણય લે છે. તમારી વાત માની હોત તો પહેલા વર્ષે કદાચ માનસિક શાંતિ તો અવશ્ય રહી હોત.”

ઘણા મોટા દરજ્જાના વ્યકિતઓ સમક્ષ કબુલાત કરવા અને ધંધો સારો ચાલે છે તે બદલ મે તેમને અભિનંદન પાઠવ્યા. અને તેમણે ભવિષ્યમાં કાઇ પણ મદદ જોઇએ તો વિના સંકોચે આવી સલાહ લેશે તેમ જણાવ્યુ.

જે આપને આપના નોકરી, વ્યવસાય અંગે સચોટ માર્ગદર્શન જોઇતુ હોય, આપ યોગ્ય સમયે મુલાકાત લઇ શકો છો. વૈદીક જ્યોતિષ શાસ્ત્ર ખુબ ઉંડુ અને મદદરુપ છે; અને ઉપર જણાવેલ અનેક કિસ્સાઓ અમારી સમક્ષ બનેલા છે.

ડો. શીતલ બાદશાહ કંસારા
TvishaAstro.wordpress.com
+91 94284 19021

Whatsapp us to get in touch with you!