‘તમે તમારા પગાર કરતા ૨૦ ગણી રકમ માંગી રહ્યા છો.’
‘સાહેબ, પૈસાની જરૂર છે.’
‘તેને ચૂકવી શકશો ખરા?’
‘ખરું કહું તો તેનો વિચાર નહોતો કર્યો. અત્યારે તો પૈસાની જરૂર છે તે વિષે જ વિચારો આવે છે.’
‘પણ પાછા આપશો તેની શું ખાતરી?’
‘સાહેબ, ગામડાગામનો માણસ છું. છેતરીશ નહિ તમને.’
‘એમ અહી શહેરમાં પૈસા ના મળે.’
‘સાહેબ ૫૦,૦૦૦ રકમ કઈ તમારા માટે મોટી નથી. તે તો અમારા જેવા માટે ખુબ કહેવાય.’
‘જા જા હવે. આવ્યો મને શીખવાડવાવાળો.
‘એક વાર વિચાર તો કરો સાહેબ. પૈસા પાછા જરૂર વાળીશ.’
‘એમ ના અપાય. કોઈ બીજા પાસેથી વ્યવસ્થા કરી લે.’
‘જરૂર સાહેબ. મેં તો ૫૦,૦૦૦ ગુમાવ્યા. અને તે બીજેથી મેળવી લઈશ. અને તમે તો માણસ ગુમાવ્યો. મારા જેવો બીજો નહિ મળે. સોદો કર્યો હોત તો તમે જ ફાયદામાં રહેવાના હતા. આટલા વર્ષે પણ સાહેબ તમે હજી ખોટનો જ ધંધો કરો છો…’