ઉડવાની ક્ષમતા વિષે જ્ઞાન નથી,
ઉડવાનો કોઈ વિશેષ અંદાજ નથી;
પક્ષીઓની સાથે કોઈ હરીફાઈ નથી,
કે કીડીઓની આગળ અભિમાન નથી.
જીવન છે સુરજથી ચાંદ સુધીનું,
બગીચાના એક થી બીજા છેડા સુધીનું;
વિશ્વ છે લાલથી પીળા ફૂલ સુધીનું,
પણ ઉડવું છે છેલ્લા શ્વાસ સુધીનું.
– શીતલ બાદશાહ.