“શું વાત કરો છો? તમારે અને એને નથી બનતું?”

“બનતું તો મને મારી જાત સાથે પણ નથી.”

“કેમ એમ બોલો છો?”

“જો દુનિયા બહુ મોટી, અને હું બહુ નાનો. બાળપણથી ક્રિકેટર બનવાની ઈચ્છા, પણ પપ્પાએ કહ્યું એટલે ઈજનેર બની ગયા. આગળ જતા ધંધો કરવો વ્હાલો લાગે, પણ પત્નીએ કહ્યું એટલે નોકરી કરી ખાધી. અને આ પાછલી ઉમરે સમાજસેવા કરવાની ઈચ્છા થાય ત્યારે ઘરના કામ કરવા પડે છે. જીવનભર લોકોએ કહ્યું તેમ કરતો આવ્યો છું. એટલે જ કહું છુ કે મને મારી જાત સાથે પણ નથી ફાવતું હવે.”

“તો હવે કેટલા વર્ષો કાઢવાના છે આમને આમ. ચાલો નવી શરૂઆત કરીએ.”

“હવે હિંમત હારી ગયો છું. શક્તિ નથી રહી. મનમાં અને તનમાં.”

“ના એમ નથી. મેં આપના જેવા કેટલાયમાં જોમ ભર્યા છે. મને ભરોષો છે. તમારામાં. હજી એક જીવન જીવવાનું છે. આજથી શરૂઆત કરીએ.”

“શું તમને ખરેખર લાગે છે?”

“જો હવે તમે તમારા પર શંકા કરી રહ્યા છો. આ ભેદભાવ રાખવાનું બંધ કરો, અને જીવનને આગળ વધાવો. રોકીને કઈ વળ્યું નથી અત્યાર સુધી.”

“એ વાત સાચી. ત્યારે આજથી જ નિશ્ચય કરું છુ.”

“શાબાશ. નવું જીવન મુબારક.”

“આપનો આભાર.”

Whatsapp us to get in touch with you!