ખભા ઉપર વજનદાર કોથળો મૂકી તે આગળ વધ્યો. મનમાં અગણિત વિચારો વમળ લઇ રહ્યા હતા. દુનિયાદારી એમ પણ બાળપણથી તેની સમજની બહાર હતી.
કોથળો ભારે હોવાથી થોડુંક ચાલતા તો તેને હાંફ ચડી. ઝાડનો છાંયો શોધી ઘડીક થાક ખાવા નીચે બેઠો. મન હજી વમળો બનાવ્યા કરતુ હતું.
તેને જીવન પણ આ કોથળા સમાન લાગ્યું. અને પોતે મન છે તેમ લાગ્યું.
થોડા સમય પછી વળી કોથળો ઉંચકી આગળ વધ્યો.