જવાનું હતું ક્યાંક,
અને ક્યાંક જવાઈ ગયું.
જીવનમાં લાગે છે કે કશુક રહી ગયું…
જીવનની આંટીગુંટીઓ વચ્ચે,
જીવન જીવવાનું રહી ગયું.
જીવનમાં લાગે છે કે કશુક રહી ગયું…
ભણતરના અસહ્ય ભાર વચ્ચે,
બાળપણ ખોવાઈ ગયું.
જીવનમાં લાગે છે કે કશુક રહી ગયું…
લગ્નજીવનની અપેક્ષાઓ વચ્ચે,
પ્રેમમાં પડવાનું રહી ગયું.
જીવનમાં લાગે છે કે કશુક રહી ગયું…
આ અંતગડીએ જયારે ખરી સમજ આવી છે ત્યારે,
સમજાય છે કે હે પ્રભુ, તારું તો નામ જ લેવાનું રહી ગયું.
જીવનમાં લાગે છે કે કશુક રહી ગયું…
– ડો. શીતલ બાદશાહ
નવો સવો છું, તેથી આપના અભિપ્રાય આવકાર્ય છે.